About Us

A foresighted person-Mr. Soni Prakashchandra Shantilal, started his journey long back in 1970 to achieve his desired goals and endless dreams. Although he belongs to a very very small town called “Upera”-Dt.: Unjha, (Guj) , he is always ready to stand to obtain great success which he has dreamt of. For this he made Ahmedabad as his “Karmabhumi”-Motherland.

By putting great efforts, he started in 1985 a wholesale firm named “ Soni Prakashchandra Shantilal Jewellers” and in continuation to this with great success in a short span of three to four years he started a retail jewellery showroom in Ahmedabad.

After this, he never turned back and by experiencing these many years “PS JEWELS” has been achieving the best goodwill in whatever ornaments it sells-like Gold, Diamond and Jadtar.

Goal:

PS JEWELS is determined to be the best in the world for the ornaments of Gold, Diamond and Jadtar. By spreading its wings, it has started an unstoppable journey, which will certainly led it to the top most position to prepare ornaments.

Ambition:

PS JEWELS believes in becoming a role model in the industry by respecting all the standards. Parallel to this maintain all the quality standards and make the attractive and fascinated ornaments of Gold,Diamond and Jadtar

PS JEWELS has purely understood that the ornaments is the only adore of a woman. Addition to this it is giving great importance to all ornaments, because, when woman wears the ornaments with a strong inner feeling to look a greatest amongst the other women on the earth. Every design or ornaments are being prepared with care, cent percent quality control and state of art technology. Hence we never ever compromise to justify this. We have been trying hard to provide always greater designed articles to our customers to make their selection easy from the large and huge quantity. So, obviously we consider “PS JEWELS” as “The Pride Of A Woman”.

Suvarna:

Can you believe that what we do not have ?

We do have:

Newer and unseen designed ornaments right from Earrings to Bangles, Pendant to Pohcha, Mala to Mangalsutra, Kansair to Kangan, chain to Halfset and so on.. on a larger scale. We are so specialized in Gold ornaments as we have the efficiency by adhering to the industry.

Jadtar:

A very gorgeousJadtar jewellery is available at PS JEWELS only. In yesteryears Maharaja and Maharani were looking good by wearing these jewellery that all we know. We maintain this even today and by adding a taste of magic the sets prepared by us will surely prompt you by its realistic touch.

Diamond:

To wear even a single diamond is a dream of a woman, which we appreciate. The diamond collection on our premise is made by the well experienced artisans and this collection can not stop us to say a well thought and well designed surprised articles. A woman adorn by diamond it self says unsaid.

અમારા વિષે

દૂરદર્શી વ્યક્તિ શ્રી સોની પ્રકાશચંદ્ર શાંતીલાલ કે જેઓએ ઇચ્છિત ધ્યેયો અને અનંત સપના પ્રાપ્ત કરવા માટે ઘણાં વર્ષો પહેલાં સને ઇ.સ. ૧૯૭૦ માં તેમની મુસાફરીની શરૂઆત કરી હતી. જોકે તેઓ મુળ ગુજરાતનાં ઉંઝામાં આવેલા એક નાના “ઉપેરા” ગામના વતની છે. તેઓ હંમેશા મહાન સફળતા મેળવવા માટે તત્પર અને આંકાક્ષી રહયાં, જેની તેમણે જાગૃત સ્વપ્નરૂપી કલ્પના કરી છે. આ માટે તેમણે અમદાવાદને તેમની “કર્મભૂમિ” જ નહીં પણ “માતૃભૂમિ” બનાવી.

ઘણાં અથાગ પ્રયાસો કર્યા બાદ તેમણે સને ઇ.સ. ૧૯૮૫ માં “સોની પ્રકાશચંદ્ર શાંતીલાલ જવેલર્સ” નામની હોલસેલ કંપનીની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓએ મહાન સફળતાની વૃધ્ધિના ભાગરૂપે, ફકત ત્રણ થી ચાર વર્ષના ટુંકા ગાળામાં જ તેમણે અમદાવાદમાં રીટેલ જ્વેલરીના શો-રૂમની પણ શરૂઆત કરી.

ત્યારબાદ, તેમણે કયારેય પાછું ફરીને ન જોયું અને ઘણાં વર્ષોના અનુભવથી “પી.એસ. જવેલ્સ” એ ગોલ્ડ (સોનું), ડાયમંડ (હીરાના દાગીના) અને જડતરના દાગીનાના વેપારમાં સારી એવી નામના કેળવી છે.

અમારો ધ્યેય :

“પી.એસ. જવેલ્સ” એ ગોલ્ડ, ડાયમંડ અને જડતરના દાગીના માટેના વેપાર જગતમાં શ્રેષ્ઠ ઉત્પાદક અને વિક્રેતા બનવાનો દ્રઢ સંકલ્પ કરેલ છે. “પી.એસ. જવેલ્સ” એ પાંખો ફેલાવીને એક અસ્થાયી વેગવાન મુસાફરીની શરૂઆત કરી દીધી છે, જે નિશ્ચતરૂપે દાગીનાના ઉત્પાદક તરીકેનું સૌથી ઉંચુ સ્થાન પ્રાપ્ત કરવા તરફ દોરી જશે.

અમારી મહત્વાકાંક્ષા :

“પી.એસ. જવેલ્સ” તમામ શ્રેષ્ઠ ધોરણોને ધ્યાનમાં રાખીને આ ઉદ્યોગમાં બીજા માટે અનુસરવા લાયક મોડેલ બનશે તથા તેના સમકક્ષ બધાં ગુણવત્તાના ધોરણોને જાળવી રાખીને ગોલ્ડ, જડતર અને ડાયમંડના આકર્ષક અને મોહક દાગીના બનાવશે.

“પી.એસ. જવેલ્સ” સંપૂર્ણપણે માને છે કે સ્વર્ણ અલંકાર એ પ્રત્યેક મહિલા માટે શ્રેષ્ઠ શ્રૃંગાર છે, સાથે જ પ્રત્યેક સ્ત્રી દ્વારા દરેક પ્રકારના અલંકારને ખુબ જ મહત્વ અપાતું હોય છે કારણે કે પ્રત્યેક સ્ત્રી અન્ય સ્ત્રીઓની સરખામણીમાં વધુ સુંદર દેખાવાની તેની આંતરિક લાગણીઓથી પ્રેરિત થઇને અલંકારોથી શ્રૃંગાર કરતી હોય છે. અમે અમારી મહત્તમ અને વિશાળ શ્રેણીમાંથી અમારા દરેક ગ્રાહકને તેમની પસંદગીને સરળ બનાવવા માટે હંમેશા વધુને વધુ શ્રેષ્ઠ ડિઝાઇન થી બનાવાયેલ દાગીનાની રેન્જ આપવા માટે સતત પ્રયત્નશીલ છીએ. આમ અમે સ્પષ્ટરૂપે “પી.એસ. જવેલ્સ” ને “મહિલાનું ગૌરવ” માનીને દરેક ડિઝાઇન કે દાગીના પુરતી કાળજી, સતપ્રતિશત્ ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક કલાના ધોરણો સાથે બનાવીએ છીએ તથા અમોએ કયારેય આ બાબતોમાં છુટછાટ ન લઇને તેના પર નિયંત્રણ કર્યું છે.

સુવર્ણ :

શું આપ કલ્પના કરી શકો છો કે “પી.એસ. જવેલ્સ” પાસે શું નથી?

અમારી આવડત :

“પી.એસ. જવેલ્સ” પાસે કદી ન જોયેલી અવનવી ડિઝાઇનો સાથેની ઉત્કૃષ્ટ દાગીનાની શ્રેણી છે. જેવી કે બુટ્ટી થી બંગડી, પેન્ડેન્ટ થી પહોંચા, માળા થી મંગળસૂત્ર, કાનસેર થી કંગન, ચેઇન થી ડોકીયા (હાફ સેટ) અને બીજી ઘણી વિશાળ શ્રેણી....આ માર્કેટના શ્રેષ્ઠ ઉત્પાદક તરીકે વળગી રહેવાની કાર્યક્ષમતાને લીધે અમો સોનાના દાગીનાની બાનવટમાં ખુબ જ પારંગત છીએ.

જડતર :

જડતર જ્વેલરીની ભવ્ય શ્રેણી ફકત “પી.એસ. જવેલ્સ” પર જ ઉપલ્બ્ધ છે. આપણે જાણીએ છીએ કે પહેલાનાં સમયમાં રાજા-રાણી આ પ્રકારના દાગીના ધારણ કરીને ખુબ જ સુંદર તથા વૈભવી દેખાતા હતાં. આ વૈભવને આજે પણ અમોએ જાળવી રાખ્યો છે અને તે સેટ (દાગીના) બનાવતી વખતે અમોએ તેમાં જાદુઇ કારીગરીનો રસ ઉમેર્યો છે કે જે આપને સ્વયંથી તેના વાસ્તવિક અસ્તિત્વનો સ્પર્શ કરવા તત્પર કરશે.

ડાયમંડ (હીરાના દાગીના) :

હીરાનો એક પણ નંગ પહેરવો એ પ્રત્યેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે, જેની અમે કદર કરીએ છીએ. અમારે ત્યાં હીરાના દાગીનાની શ્રેણી શ્રેષ્ઠ કારીગરો દ્વારા બનાવાય છે અને આ સંગ્રહની શ્રેષ્ઠતા અને આકર્ષતા વિષે જણાવતાં અમે રોકાઇ શકતાં નથી. હીરાના શ્રૃંગાર થી સજજ સ્ત્રી કંઇ જ જણાવ્યાં વિના તેની સાક્ષી પુરે છે.